Nagardas na bhajano : નાગરદાસ ના ભજનો – લોકગીત 2023

Nagardas Na Bhajano

Nagardas Na Bhajano : નાગરદાસ ના ભજનો – લોકગીત
દોસ્તો આજે આપણે નાગરદાસ ના ભજનો – લોકગીત માણીશું, આશા છે કે તમોને પસંદ આવશે…..

1. જેની ભારજા ભૂંડી : Nagardas Na Bhajano 1

ભાઈઓ જેની ભારજા ભૂંડી તેને પીડા અંતર ઊંડી
લાજ તજીને લડાઈ કરે નિત ભાળવા લોક ભરાય.. ભાઈઓ….
સારા માણસ ના ઘરનું વગોનું જોવાનું જગતને થાય
જેમ બિલાડી ઉંદર ને જોવે, તેમ નાથ સામું કરે નેણ… ભાઈઓ….
પગ થકી માથાની ચોંટી લગી તેઓ વાંકાં કાઢે વેણ
પૉચ ઘડી પીયું ચોંટે રહે ત્યારે સુખ બન્ને ને થાય…. ભાઈઓ….
ઘડી એ આવીને ઘેર બેહે ત્યારે શેર લોહી સુકાય
પીયું થકીને તો પોતાના માં ઘણે સમજણ જાણે સદાય… ભાઈઓ….
દેવ લોક થાકે તો મનુષની શિખામને સું થાય
પંડિત શાત્ર ભણેલ પુરાણી મોટી સભામાં ગણાય…. ભાઈઓ….
માન દઈ મુરખી ના મોઢાના તેજ ટૂંકારા ખાય
જેને વીતી હોય તે નર જાણે બીજા કરે અંહકાર
ડહાપણ માં ”નાગર” કહે કોઈ ગર્વ ના કરશો લગાર
ભાઈઓ….

2. નથી કોઈ સંગી અમારા રે…

અવિચળ ઘાટે અગમકેરા ચલના
નઈ કોઈ સંગી અમારા રે
પાઉં બિન ચલના પોંખો બિન ઉડના
બીના ચૉચે મોતી ચુગના રે
આરે કાયા માં સાત સાહરિયા
કોઈ ખારા ને કોઈ મીઠા રે
એરે સાહરિયામાં નાવ ચલત હૈ
નાવ ચલે ચૌધરા રે
એરે નાવ માં હિરલા ભરીયા માણેક ભરીયા
પરખનહારા કોઈ ન્યારા રે,
કહત નાગરદાસ સુનો ભાઈ સાધુ
ઇનકા ભેદ બતાના ના રે…
* Nagardas na bhajano *

Nagardas Na Bhajano

3. શબ્દો ના બાંધ્યા સંતો શું કરે….

શબ્દો ના બાંધ્યા સંતો રે શુ કરે વાયક આવ્યા ને દો જનો રે
સોના રે કટારી સતીએ કરઘરી મારી પેટ ની પાળી મૉય
કુંખ ખોલીને કુંવર જન્મ્યો જન્મ્યો માજમ રાત
ત્યાંથી તોળી રાની હાલીયા આવ્યા વડલા ની પાસ
હિરની દોરીનો બાંધ્યો હિંચકો બાંધ્યો વડલાની ડાળ
અમારે જાવું ગુરુને મોડવે ત્યારે કેશુ જાજેરા જુહાર
ત્યાંથી તોળી રાણી હાલીયા આવ્યા વનડા મૉજાર
ત્યારે વનમાં વસે રે એક વાંદરી ભરતી મોટેરી ફાળ
ત્યારે તોળી રાની બોલિયાં તમે સુણો વનડાના રાય
ઉર રે વલઘાડે તારાં બછડો રે મારો બચ્ચો રે મારી ઉરમાં
તોળી રાની તારાં હમભાળ એક કોળિયા અન્ન ને કારણે
રોતા મેલ્યા નાનાં બાળ પૂત હમભાળી પાનો ચડીયો
પડીયા ધરને મોજાંર ચાલે જેસલે બાંધી ગાંસડી
રે હાલ્યા ગુરુને દરબાર ત્યારે રૂપાંદે બોલિયાં
સંતોના અમરાપુર માં વાસ…..
શબ્દો ના બાંધ્યા સંતો શું કરે…
* Nagardas na bhajano *

4. ઊંડો રે કૂવો સંતો જળ વિના….

ઊંડો રે કૂવો સંતો જળ વિના
પાણી ભરે પાણીયારી
હેઠે બેડું ઉપર પાણીયારી
પાણી ભરતાં મેં નજરે ભાળી
હેઠે કીડીયારું ઉપર કુંજર ચાલે
ચાલતા રે મેં નજરે ભાળ્યા
કહત નાગરદાસ સુનો ભાઈ સાધુ
ઇનકા ભેદ બતાના રે…

5. હંસ રાજા રઇ જાઓ ને આજની રાત…

હંસ રાજા રઇ જાઓ ને આજની રાત
કે કરીએ આપણે દખ હખ ની વાત…. હંસ….
ભેળા મળીને આપણ બેઠા નથી
કે કરી નથી દખ હખ ની વાત… હંસ..
આ ભેળા મળીને આપણે ક્યારે રે બેહશું
કરીશું ક્યારે દખ હખ ની વાત… હંસ…
આ સુખ માં હંસ રાજા બોલિયાં
કે યમરાજા ની જોજો વાટ, કે હંસ….
* Nagardas na bhajano *

રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક પેજ ને લાઈક કરો…

સાંજ ની મુલાકાત ની યાદો શાયરી જોવા માટે ક્લીક કરો…. Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top