Teri Yaad : યાદોના સહારે જીવું છું હું, કશું મેળવ્યું નતું મેં તારી પાસેથી સિવાય તે આપેલી મુલાકાતો જે હજીયે વાગોળ્યા કરું છું હું. બહું વીતે છે પણ શું કરી શકું હું અધૂરા ઓરતા લખ્યા’તા તારા મારા ભગવાને. આટલોજ સાથ હતો આપણા વચ્ચેનો હવે આવતા જન્મે મળવાની આશ છે.
આવી જ યાદો ની શાયરી લઈને આવ્યા છીએ અમે જે તમે તમારા પરિજનોને વોટ્સએપ્પ, ફેસબુક અન્ય સોશ્યિલ મીડિયા પર શેર કરી શકો છો.

હમણાં જ વિસરાઈ ગઈ તી તારી યાદો,
ફરી મળ્યાની એ ઠંડી રાતો આવી ગઈ…

અધૂરા પ્રેમની કહાની હતી,
યાદો એની નિશાની હતી…

હૈયામાં ઉભરો હતો ને મનમાં તારી યાદો ના વંટોળ,
મિલનનો એ દિવસ હતો ને એકમેક નો શ્વાસ હતો…

લાગણીઓ દફનાઈ ગઈ એની યાદો માં,
હવે તો બસ છેલ્લી રાતોના શમણાંઓ છે…

સંધ્યા ટાણે કલરવ કરતા પંખીઓને નિહાળતા,
સમસ્ત આકાશ ધૂંધળું થઈ ગયું તારી યાદોના સથવારે…
સોનેરી સંધ્યા ની અનમોલ યાદો ની શાયરી :
Teri Yaad : યાદ શાયરી ગુજરાતીમાં

આંખો માં ઝળઝળિયાં આવી ગયા,
ગેલેરીમાં પડેલી તારી યાદો ને જોતા…

મનને મનાવી લઉં છું આજે પણ,
હશે કંઈક અધૂરા લેખ તારા મારા,
હવે તો બસ યાદો ના સહારે જીંદગી જીવું છું…
Teri Yaad

એવું થાય કે તારી યાદો આવે,
ને તું દોડતી આવી જાય…??

નક્કી તું મને યાદ કરે છે,
હેડકીઓના ઉભરા આવ્યા છે…

ફુલગુલાબી ઠંડીમાં તારો સહવાસ,
તારી યાદોના પવન ફૂંકાયા જો…
તમે અમને ફેસબુક પેજ પર ફોલ્લૉ કરી શકો છો click here : Facebook