Soneri Sanj Ni Yaado : દોસ્તો આજે એક અનેરી સાંજ ની વાતો કરવી છે, એક સાંજ એવી જે મનગમતી વ્યક્તિ જોડે વિતાવેલી હોય, એ ક્ષણ કદી ભુલાતી નથી, એ સાંજ ની મુલાકાત અવિસ્મરણીય બની જાય છે. એ લાગણીઓ ની અભીવ્યક્તિ કરવા આજે થોડી રચનાઓ રજૂ કરું છું.
જો તમને આ રચનાઓ પસંદ આવે તો તમારા પ્રિય પાત્ર સાથે વૉટ્સએપ્પ કે ફેસબુક પર શેર કરી શકો છો… આશા છે કે તમને પસંદ આવશે….
Soneri Sanj Ni Yaado | તારી સાથે વિતાવેલી એક ક્ષણ….

કેમ જાણે આ રાત આટલી ઉતાવળી બની,
હજી તો હરખ ઉમટ્યો તો ને ત્યાં રાત ઢળી…

કહેવું હતું એને કંઈક,
પણ એને વાચા નથી,
જોને આ શામ પણ,
વિરહમાં તડપી ઉઠી…

ઉદય થયો, ખુબ જ ખીલ્યો,
હવે અસ્ત થવું છે,
પ્રભુ તમારા સાનિધ્યમાં…

આથમતી સાંજે અગાસી પરથી,
ટગર ટગર જોયા કરું એના સૌંદર્ય ને,
નિખરવું હોય જો આ જીદંગી ની સફર માં,
તો સંઘર્ષ ના દરિયા માં ડૂબવું પડશે….

રોજ લખ્યા કરું છું તને મારા શબ્દોમાં,
ઊર્મિઓના વેગ ને ઠારવા મેં કલમ વસાવી…
Soneri Sanj Ni Yaado

શિયાળાની ઋતુ ને મંદ મંદ વાતા આ ઠંડા પવનમાં,
એક ઉષ્મા ભરી હૂંફ આપતી હોય તો એ “તારી” યાદો…
“તારી સાથે વિતાવેલી એક ક્ષણ”
Good Evening Shayari With Pic In Hindi
તારી સાથે વિતાવેલી એક ક્ષણ : Tari Sathe Ni Ek Mulakat

ભર શિયાળે માવઠું પડ્યું,
જોને તારી યાદોમાં પાંપણ ઉભરાણા…
Soneri Sanj Ni Yaado

જોને આ સોનેરી આકાશ કેવું રૂડું લાગે,
એમાં ઉડતા પંખીઓની મધુર કિલકીલાહટ,
ને સપ્તરંગી બનેલી આ સોહામણી સાંજમાં,
“તારી” મધુર યાદોમાં ખોવાઈ જવાની અનેરી મજા…
Soneri Sanj Ni Yaado

પુરે આ જીંદગીની સફરમાં જો સપ્તરંગી રંગો,
તો બનીને આવું મહેફિલમાં, સૂરજ આ સાંજ નો…
“Tari Sathe Ni Mulakat”

આવ ને ઘડીક
વાતું કરીએ,
#પ્રેમની…
આ ચાંદની
અજવાળી #રાતમાં…

હતી લાલાશ આ ઢળતી સાંજ માં,
ક્યાંક રડતું હશે એ ખૂણામાં,
એકલવાયું પંછી કોઈની યાદો માં…

સાંજની વેળાએ વાગતું મસ્ત મધુર સંગીત,
ને એ સુરમાં તાલ મિલાવતી તારી મધુરી યાદો,
એકે મન ઠાર્યું જાણે તરસ્યું હતું વર્ષો થી,
બીજું અશ્રુધારા વહાવે આ હૈયાના ઉભરાથી…
||તારી સાથે વિતાવેલી એક ક્ષણ||

દિવસ અને રાતના અધવચ્ચે,
સાંજના સુમારે ધૂંધળો ચહેરો,
કામણગારી એની અણિયાળી આંખો,
કાજળથી સુશોભિત એના પાંપણ,
હોઠ ગુલાબી, રંગ એનો ઘાટો,
કાનમાં પહેરેલા ડબલ લટકણીયા,
બધું સમાય મારી નજર માં એ,
જોતાં જોતાં જ બધુ ઓઝલ થયું ગ્યું,
ખબર નહોતી કે એય એક શમણું હતું….
“તારી સાથે વિતાવેલી એક ક્ષણ”

મિલન નો સમય થયો,
સાંજનો એ સંયોગ થયો,
રાહ જોઇને કોઈ ઉભું હતું,
આવે તો જરા આ આંખો ઠરે…
રોજ નવી શાયરી અને સ્ટેટ્સ જોવા માટે અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઈક કરો…